Monday, 9 September 2013

સખી છલક છલક - અવિનાશ પારેખ

કવિ - અવિનાશ પારેખ

સખી છલક છલક છલકે માધવ નયનમાં,
વાલમજીને મળવાની થઇ છે વેળાં.
હવે વાદળી ચંદરવા બાંધુ મનમનમાં.

વૃંદા તે વનમાં મુજને ઘેરી આઘેરી,
ઝરમર ઝરમર એવી રાતમાં,
કોણ હવે થાશે મારો બેલી આછેરી,
ઝળઝળ જેવી વાતમાં.

ભૂલી રે પડેલી રાસની રમઝટ,
ઘેલી ના જાણે સુગંધ સહે છે ઉપવનમાં


ઝરણાને ઉગે છે આંખ તેના તળમાં
પ્રગટે સૂર સંગ સૂરના ઉજાસ રે,
હરણાને ફૂટે છે પાંખ એના પળમાં,
પ્રસરે અંગઅંગ દૂરનો પ્રવાસ રે,

ઉછળે છે મન અને ઉડે છે તન,
માઝમ રાતના મદભર્યા બગીયનમાં.

પાછલા પહોરના આછા અજવાસના,
છેડે છે રાગ સકળ ગુલતાનમાં,
આગલા જનમના ઝાંખા ઇતિહાસમાં ,
કોઇ છેડે અનુરાગ ભર સાનમાં.

ગોઠવી ગુલાબ રંગાયા ગોકુળીયાની,
ગમતીલી ગમતીલી ગલીયનમાં


0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP