આભને ઝરૂખે માડી - ભરત વૈદ્ય
નવરાત્રીના પ્રસંગે માણીયે આ ગીત.
કવિ - ભરત વૈદ્ય
સ્વર - સોનાલી બાજપાઇ
સંગીત - મેહુલ સુરતી
આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
હું તો સૈયર સંગે ગરબે ઘુમતી
શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું
તારી ભકિતનો રંગ એવો લાગ્યો.
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું
તારી ભકિતનો રંગ એવો લાગ્યો.
આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે
શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી
મનની અટારીએ પવન કેવો આવ્યો
(શબ્દો - જીવન)
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે
શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી
મનની અટારીએ પવન કેવો આવ્યો
(શબ્દો - જીવન)
0 પ્રત્યાઘાતો:
Post a Comment