અમસ્તી મારી મહેનત પર - અઝીઝ કાદરી
કવિ - અઝીઝ કાદરી
સ્વર, સંગીત - મનહર ઉધાસ
કિસ્મતને હથેળીમાં હંમેશા રાખો,
ચહેરાની ઉપર ન એની રેખા રાખો,
દેવાને દિલાસો કોઇ હિમ્મત ન કરે,
દુઃખ-દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.
અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઇને મારી કદર કરજો.
તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતાં રહેજો, સબર કરજો.
તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.
સુખે તો જીવવા દીધો નહીં, લોકો મરણ વેળાં,
મને માટીમાં ભેળવવાહવે ભેગું નગર કરજો.
કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
'અઝીઝ' અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.

0 પ્રત્યાઘાતો:
Post a Comment