Monday, 7 October 2013

ચોખલિયાળી ચુંદડીમાં ચમકે - મહેશ સોલંકી

કવિ - મહેશ સોલંકી
સ્વર - ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સંગીત - ડો. ભરત પટેલ




ચોખલિયાળી ચુંદડીમાં ચમકે છે આભલા ને
આભલામાં ઘૂમે આખું આભ રે
ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

એક એક ગરબામાં એક એક દીવડો
તાળી તણા તાલ સંગ રમતો લાગે ઘણો
ઘાઘરાના ઘેરમહીં ઘમકે છે ઘૂઘરી ને
ઘૂઘરીમાં ઘૂમે રૂડી ભાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

સેંથીએ ઉષાના રંગ છલકે ઉમંગ અંગ
કોકિલમા કંઠ મહીં સરતો મીઠો તરંગ
કંકણના રણકારે રણકે છે રાગિણી ને
રાગણીમાં ઘૂમે આખી રાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે
(શબ્દો - પ્રીતના ગીત)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP