પૂનમને કહેજો કે પાછી ન જાય - નિરંજન ભગત
કાલે શરદપૂનમ ગઇ. શરદપૂનમ પ્રણયની પૂનમ છે. એક સુંદર ગઝલ પૂનમના સૌંદર્ય વિશે.
કવિ - નિરંજન ભગત
સ્વર, સંગીત - કૃષાણુ મજુમદાર
પૂનમને કહેજો કે પાછી ન જાય,
ઊગી ઊગીને આમ આછી ન થાય.
આંખોના અજવાળાં ઘેરી ઘુમ્મટે,
ઝૂકેલી વીજને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજે છલકંતા ઉમટે,
રૂપના અંબાર એના મુખડે,
સોળે કળાયે એની પ્રગટી છે કાય,
પૂનમને કહેજો કે પાછી ન જાય.
માને ના એક મારી આટલી વાતને,
તોય ભલે આજે તો નીતરે,
આવતી અમાસની અંધારી રાતને,
ચંદન ચારેકોર નીતરે,
આંખડીને એવી અજવાળી અપાય,
ઉગી ઉગીને ભલે આછી તો થાય.
પણ પૂનમને કહેજો કે પાછી ન જાય,
0 પ્રત્યાઘાતો:
Post a Comment