તું રાધા કેમ રીસાણી છે? - ગીત
રાધાકૃષ્ણના પ્રેમ પણ ઘણું બધું લખાયું અને ગવાયું છે. રિસાયેલી રાધાના મનામણા કરતાં કૃષ્ણનું આ ગીત સાંભળીને આપણે પણ એ દિવ્યપ્રેમના અંશમાં ખોવાઇ જઇએ છે.
કવિ, સંગીત - ???
તું રાધા કેમ રીસાણી છે? , તારી આંખો કેમ ભીંજાણી છે? .
તું મન માં કેમ મુંઝાણી છે? , તારી આંખો કેમ ભીંજાણી છે? .
કહે કડવાં વેણ કહ્યા તુજને ,તારા મન નું દુઃખ તું કહે મુજને ,
તું દીલ માં કેમ દુભાણી છે? , તારી આંખો કેમ ભીંજાણી છે?.
વ્રજનારી ઘણી છે મતવાલી, તે સૌ માં તું મુજને વ્હાલી ,
મારા હ્રદયકમળ ની તું રાણી છે ,તારી આંખો કેમ ભીંજાણી છે?.
તને બંસી ગમે તો બંસી દઉં ,જીવનભર તારો થઈ ને રહું ,
તારી વેણી કેમ વિખાણી છે?, તારી આંખો કેમ ભીંજાણી છે?.
તારા આંસુડા હું લુછી નાખું , તારું નામ સદાય આગળ રાખું ,
એ સાચી મારી વાણી છે? , તારી આંખો કેમ ભીંજાણી છે?.
રાધાને ને રીઝવી ગોવિંદનાથે ,વાલા રાસ રમ્યા સૌ ની સાથે ,
એવી પ્રીત પ્રભુ ની પુરાની છે? , તારી આંખો કેમ ભીંજાણી છે?
0 પ્રત્યાઘાતો:
Post a Comment