Monday, 5 April 2010

દેવબાલ - ચં.ચી મહેતા

આજે સાહિત્યના એક મુર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં ચી મહેતાની પુણ્યતીથી છે. 'અભિષેક' તરફ્થી તેમને મારી શ્રધ્ધાંજલી.  



ચં ચી મહેતાનો જન્મ સૂરત મુકામે થયો હતો. મુખ્યત્વે નાટ્યકાર અને ગદ્યકાર તરીકે તેઓ જાણીતા છે.તેઓ કવિ, પ્રવાસી હોવા ઉપરાંત ઉત્ત્મ નટ, નાટ્યદિગ્દર્શક, નાટ્યસર્જક અને વિવેચક પણ હતા. તેમના 'ઇલાકવ્યો' અને '- ગઠરિયાં' શ્રેણી અંતર્ગત લખાયેલું આત્મવતાંત ખૂબ જાણીતા છે. 'અખો','મૂંગી સ્ત્રી','આગગાડી', 'નર્મદ', 'પાંજરાપોળ', 'ધરાગુર્જરી' તેમના નોંધપાત્ર નાટકો છે.  તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને 'નાટ્યગઠરિયાં' માટે ૧૯૭૧નો સાહિત્ય અકાદમી, દિલ્હીનુ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.


વિનોદ ભટ્ટના શબ્દોમા ચં ચી મહેતાનો થોડો પરિચય માણીયે.  'ઘણા લોકો ચં.ચી. પાસે જતા ડરે છે. તેમના તોછડા વર્તનને કારણે તેમનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. પણ તેમનાથી દૂર જવાને બદલે તેમની સામે જઇ આંખમાં આંખ પરોવી ઉભા રહેવું; કારણ કે ચંદ્રવદન મહોરાના માણસ છે. તેમનું એ મહોરું ચીરશો તો જ અંદરથી સાચો ચંદ્રવદન બહાર આવશે; જે ઘણા સ્નેહાળ અને માણસભૂખ્યા છે. માનવ-પ્રેમ માટે સતત વલખતા રહ્યા છે.'





તેમના ઇલાકાવ્યો મને ખુબ ગમે છે. તો આજે એક ઇલાકાવ્ય માણીયે.



આ કાવ્યનુ મે પઠન કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મારા અવાજમા તેનુ પઠન માણો (જો માણવાલાયક હોયતો.)

કાવ્યપઠન - કૃતેશ 'અભિષેક"





ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના   વડે   કૂકડીદાવ  સાથે
બંને રમ્યાં  હોત અહો નિરાંતે.
ચાંદો ફરંતો   નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ   દડે   હું  વીજરેખ  બાંધું
એને   ઉછાળી જળવ્યોમ સાંધું.
ને   સાતરંગી   ધનુવસ્ત્ર   ચારુ
લાવે સજાવું તુજ  અંગ   ન્યારું;
ને શુભકીર્તિ  થઈ   દિવ્ય   પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.

No comments:

Post a Comment