Friday, 2 April 2010

રામ રાખે તેમ રહીએ - મીંરાબાઇ






આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. રામજી જોડે આમ તો મને બહુ બને નહીં. કારણ કે તેમના પગલે પગલે ચાલવાનું બહુ જ અઘરું છે. તથા સીતાજી સાથે તેમને જે અન્યાય કરેલા તે યાદ આવતા થોડી રીસ પણ ખરી. હા પણ શ્રીરામ પાસેથી એક સારા પુત્ર, એક શ્રેષ્ઠ રાજા અને પ્રેમાળ ભાઇ બનવાની પ્રેરણા જરૂર લઇ શકાય. આપને રામનવમીની ખુબ ખુબ શુભેચ્છા. તથા સાંભળીયે આજે મીંરાબાઇનું એક રામભજન.


સ્વર - હેમા દેસાઇ

સ્વર - દિપાલી સોમૈયા


સ્વર - હેમંત ચૌહાણ



રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

No comments:

Post a Comment