Sunday, 16 May 2010

છપ્પા - અખો

કવિ - અખો



આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું     કાંઇને     સમજ્યું     કશું,    આંખનું   કાજળ   ગાલે   ઘસ્યું,
ઊંડો    કૂવો    ને    ફાટી    બોક,   શીખ્યું    સાંભળ્યું    સર્વે     ફોક.

(સરંગટ - ઘૂંઘટ કાઢેલી, બોક - પાણી ભરવાનું ચામડાનું સાધન)

તિલક     કરતાં    ત્રેપન    થયાં,    જપનાળાનાં    નાકાં     ગયાં.
તીરથ    ફરી    ફરી  થાક્યા ચરણ,  તોય ન પોહતો હરિને શરણ.
કથા    સુણી    સુણી  ફૂટ્યા કાન, અખા તોય અ આવ્યું બ્રહ્મજ્ઞાન.

દેહાભિમાન    હૂતો     પાશેર,     તે    વિદ્યા    ભણતાં   વદ્યો શેર,
ચર્ચાવાદમાં     તોલે     થયો,    ગુરુ   થયો   ત્યાં  મણમાં  ગયો.
અખા એમ હલકાથી   ભારે    હોય, આત્મજ્ઞાન     મૂળગું    ખોય.

એક    મૂરખને     એવી    ટેવ,    પથ્થર     એટલા    પૂજે   દેવ,
પાણી    દેખી     કરે      સ્નાન, તુલસી       દેખી    તોડે     પાન.
એ અખા વડું  ઉતપાત, ઘણા   પરમેશ્વર    એ    ક્યાંની   વાત?

વૃદ્ધ   થયો    વંઠ્યું    મનતંન,    ઉપાય    ટળ્યો  ને  ખૂંટ્યું ધંન,
ત્યારે   ધર્મ  સાધવા  જાય,  જ્યારે  કોહ્યા  કાપડશો  દેહ   થાય.
અખા   ભજી   ન   જાણ્યો   નાથ,   ચારે    પડિયા    ભોંયે  હાથ.

No comments:

Post a Comment