Saturday, 15 May 2010

મારા નખના પરવાળાં જેવી ચુંદલડી - લગ્નગીત

આજે જેતપુર આવ્યો છું. અહીંની સાડીઓની દુકાનો જોઇને તો છક થઇ ગયો. રંગબેરંગી બાંધણી, સાડી, ચુંદડીની દુનિયા મોહી લે તેવી છે. જેતપુરના બજારમાં ફરતાં ફરતાં અચાનક આ લોકગીત યાદ આવ્યું.


આજનું આ લોકગીત થોડું અલગ છે. લગ્ન પ્રસંગે ચુંદડી ઓઢાવતી વખતે પશ્ચાદભૂમિકામાં આ ગીત જરૂર વાગે. બહેનો જે હળવી હલકે આ ગીત ગાય તે લ્હાવો માણવા જેવો છે. 


લોકગીત
સ્વર - ભાવના લબાડીયા
સંગીત - ભગવતીપ્રસાદ ભટ્ટ




હો જી રે... મારા નખના પરવાળાં જેવી ચુંદલડી
ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચુંદડી.


રંગ રે કસુંબલ મેં તો કેસુડાંનો લીધો,
લીલો તો રંગ વનની વનરાયુંએ દીધો,
પીળો તે રંગ હોજી પૂનમે દીધો,
હો જી... તારલડીયે ટાંકી નવરંગ ચુંદલડી.


જો જો ના ખેલ ગોરી વહમાં ન ખેલતાં,
મારી ચુંદલડીને તમે પાછીના મે'લતાં.
મારા રૂદિયાની રાણી ટોડલીયે બંધાણી
ઓઢોને સાહેબજાદી ચુંદડી


મારા નખના પરવાળાં જેવી ચુંદલડી
મારી જેતપુર ધોરાજીનિ ચુંદલડી.
મારા નખના પરવાળાં જેવી ચુંદલડી

1 comment: