Friday, 14 May 2010

ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યાં - લોકગીત

લોકગીત
સ્વર - નિરુપમા શેઠ
સંગીત - અજીત શેઠ




ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યાં ને,
ઓવારણાં લઉં વારી વારી.

આંગણીયે આવી કાન ઉઘાડો દીઠો,
પેલી ઝૂલણી ક્યારે વિસારી.
હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં
મોહનજી રે! ખમ્મા મારાં તનનાં,
ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.
હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.


રુવે રુવે ને કાન આડો ફરેને
એને લાવી બેસાડું સામે ઓટે
ઝૂલણીને કાજે મોહનજી તો મંદિરિયામાં લોટે

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં
મોહનજી રે! ખમ્મા મારાં તનનાં,
ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.
હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

સાવ રે સોનાનો સોયો મંગાવુંને,
રૂપલાં કેરાં ધાગા.
રંગીલો દરજી સિવવાને બેઠો,
મારા કાનકુંવરના ધાગા.
હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં
મોહનજી રે! ખમ્મા મારાં તનનાં,
ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.
હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

રૂપિયા તે ગજનો રેજો મંગાવુ,
અને એની સિવડાવું કાનટોપી
છાનો રહે ને કાનકુંવર તને
પરણાવું ગોકુળની ગોપી
હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં
મોહનજી રે! ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.
હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

No comments:

Post a Comment