Wednesday, 26 May 2010

નાનું નાનું સસલું - બાળગીત

આ ગીત મારા માટે થોડું વિશેષ છે. કૉલેજની શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં મને વિષય આવ્યો હતો 'જો હું સસલું હોય તો!'. ત્યારે મેં આ ગીત ગાયેલું. એની અસર એ થઇ કે મારું નામ જ પડિ ગયું 'સસલું'. આજની તારીખેય ઘણાં મિત્રો મને સસલું કહી બોલાવે છે. તો તમે પણ સાંભળો આ ગીત.


સંગીત - શ્યામલ-સૌમિલ
મેઘધનુષ્ય


નાનું-નાનું સસલું!
ધોળું ધોળું સસલું!
પોચું પોચું સસલું!
આમ દોડે તેમ દોડે
અમને જોઇ નાસી જાય;

ગાજર ખાય પાણી પીએ;
આમ દોડે તેમ દોડે,
ડુંગર ઉપર દોડી જાય.


ઊંચા એના કાન છે,
લાલ એની આંખ છે,
આમ દોડે તેમ દોડે,
અમને જોઇ નાસી જાય.

1 comment:

  1. ખરેખર આપનો સંગ્રહ દીલને સ્પર્શી જાય છે.

    ReplyDelete