Monday, 24 May 2010

રોઇ રોઇ આંસુની ઉમટે નદી - માધવ રામાનુજ

કવિ -માધવ રામાનુજ
સ્વર - વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
ફિલ્મ - કાશીનો દિકરો





રોઇ    રોઇ    આંસુની    ઉમટશે    નદી   તો,   એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો.
વાદળ વરસે ને બધી ધારા વહી જાય, પછી ગોકુળીયું ગામ ત્યાં વસાવજો.

આંખોમાં   સમરાંગણ  ખૂંચશે કણાંની જેમ,    પાંપણના    દ્વાર   બીડી  દેશું,
એક પછી એક પાન ખરશે કદંબના રે,    વે ળામાં      વિખરાતાં     રહેશું,
છલકાતું વ્હેણ   કદી    હો'લાતું    લાગે    તો    વેળુંમાં    વીરડાં    કરાવજો.

પૂનમની એકાદી    રાતનાં    ઉજાગરાને    સાટે    જીવતર    લખી    જાશું,
અમથું    એ    સાંભરશું     એકાદા    વેણને તો       હૈયું   વિધાવીને    જાવું
ભવભવની પ્રીતિનું   બંધાણી    ભેટે    તો    વનરાવન    વાટે    વળાવજો.

લીલુડાં વાટ વન  વાઢશો ના કોઇ,    ને    મોરપીંછયુંને    ભેડી    કરાવજો.

રોઇ    રોઇ    આંસુની    ઉમટશે    નદી   તો,   એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો.
વાદળ વરસે ને બધી ધારા વહી જાય, પછી ગોકુળીયું ગામ ત્યાં વસાવજો.

No comments:

Post a Comment