આ કાવ્યમાં શરણાઇવાળો એક શેઠને સંગીતકળાથી રીઝવવાનો પ્રયત્ન કરે છે. કદર વિનાનો શેઠ જે ઉદ્ધતાઇથી શરણાઇવાળાને જવાબ આપે છે તેમાંએની ખંધાઇનો આપણને પરિચય મળે છે. અહીં શેઠમાં કલાદ્રષ્ટિનો અભાવ જોવા મળે છે.
કવિ - દલપતરામ
એક શરણાઇવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગરાગીણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજુસ શેઠ.
"ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે."
No comments:
Post a Comment