Sunday, 6 June 2010

અમે એવા છઈએ - સુરેશ દલાલ

કવિ - સુરેશ દલાલ
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય





સ્વર - હંસા દવે (સ્ત્રોત્ર - જયશ્રી ભક્ત)


અમે   એવાં   છઇએ, અમે   એવાં   છઇએ

તમે મા્છલી માંગો ને અમે  દરિયો  દઇએ.

તમે અમથું  જુઓ  તો   દઇ  દઇએ   સ્મીત
તમે  સૂર  એક  માંગો  તો  દઇ દઇએ ગીત.

તમે વાંસળી કહો ત્યાં અમે વૃંદાવન જઇએ,
અમે   તારા   બગીચાની   માલણ   છઇએ.

તમે પગલું માંડો કે  મે થઇ   જઇએ    પંથ
અમે   ફૂલોની   પાંખડીમાં   છૂપી    વસંત.

તમે પૂછો નહીં અમને અમે   કેવાં   છઇએ,
અમે   તારા   આકાશમાં   પારેવાં   છઇએ.

No comments:

Post a Comment