Monday, 7 June 2010

સુરત શે'રની સાડી - લોકગીત

લોકગીત

સુરત શે'રની સાડી પઇણા પેટારામાં ધાલી રે,
જરી એક પે'રવા દે રે પઇણા જાનમાં જવાની રે;
     હં અં એવ્વે રે  પઇણા જાનમાં જવાની રે!

મુંબઇ શે'રની નથલી પઇણા પેટારામાં ઘાલી રે,

જરી એક પે'રવા દે રે પઇણા જાનમાં જવાની રે;
     હં અં એવ્વે રે  પઇણા જાનમાં જવાની રે!

વલસાડ શેરની વીંટી પઇણા પેટારામાં ઘાલી રે,
જરી એક પે'રવા દે રે પઇણા જાનમાં જવાની રે;
     હં અં એવ્વે રે  પઇણા જાનમાં જવાની રે!

અમદાવાદની ધૂધરી પઇણા પેટારામાં ઘાલી રે,
જરી એક પે'રવા દે રે પઇણા જાનમાં જવાની રે;
     હં અં એવ્વે રે  પઇણા જાનમાં જવાની રે!

પટ્ટ્ણી પટોળી પઇણા પેટારામાં ઘાલી રે,
જરી એક પે'રવા દે રે પઇણા જાનમાં જવાની રે;
     હં અં એવ્વે રે  પઇણા જાનમાં જવાની રે!

વડોદરેની ચૂડી પઇણા પેટારામાં ઘાલી રે,
જરી એક પે'રવા દે રે પઇણા જાનમાં જવાની રે;
     હં અં એવ્વે રે  પઇણા જાનમાં જવાની રે!

No comments:

Post a Comment