Tuesday, 1 June 2010

એ મારે સાસરીયે જઇ - પ્રભુલાલ દ્વિવેદી

ફિલમ - તમે રે ચંપો ને અમે કેળ
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - દમયંતિબેન બરડાઇ






એ મારે સાસરીયે જઇ કોઇ કે'જો એકલડું
પ્રીતમજી આણાં મોકલે,
એ મુને પિયરિયાંમાં લાગે એકલડું
પ્રીતમજી આણાં મોકલે,


હે રાત જાગી જાગીને જાય છે
હો.. આંખ મીંચુ તો સપના દેખાય છે
એ મારું હૈયુ ભાનસાન ખોઇ થઇ ગયું ભુલામણું
પ્રીતમજી આણાં મોકલે,


હે મુને મેણાં મારે છે સાહેલડી,
હો ફાલી ફૂલી છે જીવનની વેલડી
હે ઘેલી થઇ છું વીરહે રડે છે કાળજડું
પ્રીતમજી આણાં મોકલે,

No comments:

Post a Comment