Tuesday, 1 June 2010

ફડફડાટ : ઇન્દુલાલ ત્રિવેદી

આપણા સહુને અનુભવ હશે કે પક્ષીઓ આપણા માળીયા, છાજલી કે ગોખલાના કાયમના ભાડુઆત છે. ઘરની સાફ સફાઇ દરમિયાન અજાણતાં કોઇ પક્ષીનું ઈંડુ હાથમાંથી સરકીને ફુટિ ગયું તે ઘટના સંદર્ભે પ્રસ્તુત કાવ્ય છે.



કવિ - ઇન્દુકુમાર ત્રિવેદી


ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું.


ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં શેજ અડી જતાંમાં
ઈંડુ દડ્યું નીડથી ભોંય, ફૂટ્યુંઃ
હૈયે થયો ત્યાં ફડફડાટ પંખીનો.

No comments:

Post a Comment