Thursday, 17 June 2010

કેવા રે મળેલા - બાલમુકુન્દ દવે

બાલમુકુંદ દવેની અમર રચના નિશા અને સોલી કાપડિયાના સ્વરમા ફરીથી.

સ્વર - નિશા ઉપાધ્યાય




ફિલ્મ - કાશીનો દિકરો
કવિ - બાલમુકુંદ દવે

સ્વર - હર્ષિદા રાવળ અને જનાર્દન રાવળ
સંગીત - ક્ષેમુ દિવેટીયા


કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મના મેળ?

ચોકમાં ગુંથાય જેવી ચાંદરણાંની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ?
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યા વેળઃ
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડઃ

હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળઃ
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

જળમાં ઝિલાય જેવાં આભના ઊંડાણ;
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેરઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!

No comments:

Post a Comment