Thursday, 17 June 2010

સમયની સાથે સમય વહી જાય છે

કવિ - ????
સ્વર - પામેલા જૈન
સંગીત - કિર્તી ગિરિશ




સમયની સાથે સમય વહી જાય છે.
શેષમાત્ર  તારી  યાદ  રહી જાય છે.

સમયની સાથે સમય વહી જાય છે.

સ્પર્શની સુગંધમાં મધમાટ વહી જાય છે,
શેષમાત્ર  તારી  યાદ  રહી જાય છે.

સમયને સાથ બે અક્ષરો,
બે અક્ષરોમાંપંક્તિ વહી જાય છે.
પંક્તિમાં પ્રિયે, તારું ગીત વહી જાયને
ગીતમાં તારી યાદ વહી જાય છે.

વિરહના ગીતને, યાદનો સહારો
આંસુઓમાં જીવન વહી જાય છે.

જીવનમાં સાથ તારો મળે,
જેમ સાગરમાં નહી મળી જાય છે.

સમયની સાથે સમય વહી જાય છે.
શેષમાત્ર  તારી  યાદ  રહી જાય છે.

No comments:

Post a Comment