Wednesday, 23 June 2010

પ્રિય આવો ને - રમણભાઇ પટેલ

કવિ - રમણભાઇ પટેલ
સ્વર - મિતાલી સિંઘ
સંગીત - શ્યામલ - સૌમિલ




આ કંપે શાને ઉર રાંકડું, પ્રિય આવો ને !
મારું મન ઝાલ્યું નવ જાય, પ્રિય દોડી આવો ને!

કેવળ દર્દને, નહીં કાંઇ બીજું, પ્રિય આવો ને!
આ ઉર આડે અંગાર, પ્રિય દોડી આવો ને!

ખીલ્યાં ફૂલની રેલી છે સુવાસ.  પ્રિય આવો ને!
મહેંકે બહેંકે મારો શ્વાસ, પ્રિય દોડી આવો ને!

આજે અંગ અંગ, જાગે રે ઉમંગ પ્રિય ,આવો ને!
સંગ સંગ  વરસે પ્રેમરંગ, પ્રિય દોડી આવો ને!

No comments:

Post a Comment