Tuesday, 6 July 2010

હાથમાં કારોબાર રાખ્યો

કવિ મનોજ ખંડેરીયાની ૬૭મી જન્મજયંતીની સહુને શુભેચ્છા. તેમની આ સુંદર રચના માણીયે.


કવિ -  મનોજ ખંડેરીયા
સ્વર - શ્યામલ મુનશી
સંગીત - શ્યામલ-સૌમિલ





સ્વર - ????
સંગીત - રવિન નાયક





હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

(શબ્દો - www.manojkhanderia.com)

No comments:

Post a Comment