Monday, 5 July 2010

ઓલ્યાં બીજના ચાંદાની - કાન્તિ અશોક

ફિલ્મ - રાણો કુંવર
કવિ - કાન્તિ અશોક
સ્વર - આશા ભોંસલે અને મહેન્દ્ર કપુર
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય


ઓલ્યાં બીજનાં ચાંદાની બે ધારે,
મારું કાળજડું કોરાય, મારું હૈયું રે વીંધાય,
સાજણ શું કરું, શું રે કરું, શું રે શું રે શું રે કરું

બીજના વીજોગી છેડાં ભેગા થશેને ત્યારે,
પૂનમનો ચાંદો કહેવાશે,
તારા તે રૂપ કેરાં અજવાળા જોઇ એ તો,
પળમાં અમાસ થઇ જાશે.
તું તો શરતી ઉપર સ્વર્ગને ઉતારે.

ધારો કે  થાય તારું જાવું પરદેશમાં ને,
હું રે આ દેશમાં ભટકું
અહીંથી બીજની રેખા નિહાળજે,
ને ત્યાંથી હું નહિ મારું મટકું,
એવું અવળું શીદને વિચારે

No comments:

Post a Comment