Sunday, 4 July 2010

હું તો સાસરિયે નહિ જાવું - મીરાંબાઇ

મીરાંબાઇ
સ્વર - લલીતા ઘોડાદ્રા
સંગીત - પ્રવિણ બચ્છાવ



હું તો સાસરિયે નહિ જાવ મોરી મા,
મારું મન લાગ્યું ફકીરીમાં.

હીરના ચીર મા મુજને ના જોઇએ,
હું તો ભગવી ચાદર ઓધું મોરી મા.

નવલખ હાર મા મુજને ના જોઇએ,
હું તો તુલસીની માળા પહેરું મોરી મા.

મિષ્ટાન મેવા મુજને ના ભાવે,
હું તો ટાઢા ટુકડાં ખાવું મોરી મા.

બાઇ મીરાં કહે ગિરધરના ગુણ,
હું તો સંત ચરનમાં રહું મોરી મા.

1 comment:

  1. બાઇ મીંરા કહે ગિરધરના ગુણ,
    હું તો સંત ચરનમાં રહું મોરી મા.
    very nice bhajan

    ReplyDelete