Thursday, 19 August 2010

ચાલ વરસાદની મૌસમ છે - હરિન્દ્ર દવે

કાલથી ધીમી ધારે ગુજરાતમાં વરસાદનો બીજો તબક્કાનો પ્રરંભ થયો છે. આ માહોકને વધાવીએ આ વર્ષાગીતથી.

કવિ - હરિન્દ્ર દવે
સ્વર - સોલી કાપડીયા, નિશા કાપડીયા
સંગીત - ????



સ્વર  - ફાલ્ગુની શેઠ,ઉત્તંક ધોળકીયા
સંગીત - રજત ધોળકીયા, ઉતંક શેઠ


ચાલ વરસાદની મૌસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતાં જઇએ.

મોતના દેશથી કહે  છે કે બધા  ભડકે છે
કૈં નથી કામ, છતાં ચાલ અમસ્તા જઇએ.

આપણે ક્યાં છે મમત એક જગ્યાએ રહીએ
માર્ગ આપણો છે ઘણા, ચાલને, ખસતાં જઇએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીયે,
બાંધીયે એક નગર, ને જરા વસતાં જઇએ.

તાલ દેનાર ને પળ એક મૂંઝવાની મજા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતા જઇએ.

2 comments:

  1. સરસ ગઝલ!
    ગવાયી પણ ખૂબ સરસ.અભિનંદન.
    સપના

    ReplyDelete
  2. ઉલ્લાસ ઓઝાThursday, August 19, 2010 3:00:00 pm

    સુંદર ગીત. વરસાદી મૌસમમા ભીંજવી દીધા.

    ReplyDelete