Friday, 10 September 2010

તમે ટહુક્યાને - ભીખુ કપોદિયા


કવિ - ભીખુ કપોદિયા
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અજિત શેઠ




તમે ટહૂક્યાને આભ મને ઓછું પડ્યું,
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું.

લીલી તે કુંજમાંથી આવ્યાં બે બોલ,
જેમ ઊજળી કોઇ સારસની જોડ,
પાંખોની હેલાર લઇ પાંપણીયે ઉર મારું,
વાંસળીને જોડ માંડે હોડ.
તરસ્યા હરણાની તમે પરખી આરત,
ગીત છોડ્યુંને કૂંજમાંથી ઝરણું દડ્યું.

મોરના તે પીંછામાં વગડાની આંખ લઇ,
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
ઘેલી વનરાઇ હવે ફાલી સોનલ ક્યાંય
તડકાની લ્હાય નહિ ઝાંય,
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય
વન આખુ રે લીલેરા બોલે મઢ્યું.

2 comments:

  1. ઉલ્લાસ ઓઝાFriday, September 10, 2010 12:46:00 pm

    સુંદર ગીત. મધુર સંગીત.

    ReplyDelete
  2. વડોદરામાં નવરાત્રિમાં સુગમ સંગીત આધારીત ગરબા ગવાય છે અને યુવક યુવતીઓ તેના પર હોંશથી નાચે છે પણ ખરા...વડોદરાની નવરાત્રિની વિશેષતાનો પહેલો પરિચય 11 વર્ષ પહેલાં વડોદરા આવ્યો ત્યારે એક ગરબા મેદાન પર ધીમા ઢાળમાં ગવાતાં આ ગીત પર દોઢિયું લેતા ખેલૈયાઓને જોઇને થયો.

    ReplyDelete