Wednesday, 8 September 2010

વિચરે મહાવીર સ્વામી - જૈન ભજન

આજે મહાવીરપ્રભુનાં જન્મવાંચનનો દિવસ. આ દિવસે આ ખાસ જૈનભજન.

લોકભજન
સ્વર - શાંતિલાલ શાહ
સંગીત - ???




ભીંત કરીને એવ વિચરતુ તો ચંદકુટિયા નામી,
મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી,
જાશો મા પ્રભુ પંથ વિકટ છે,ઝેર ભર્યો એક નાગ નીકટ છે,
હાથ જોડીને વિનવે વિનવે લોક બધા ભય પામી.
મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી,

આવી ગંધ થઇ માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઇને વેરી
હિંસા અને અહિંસા વચ્ચે લડાઇ ભીતર જામી,
મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી,

દૂધ વહ્યું ત્યાં પ્રભુને ચરણે, ચંડકૂટીઓ આવ્યો શરણે,
કંઇક સમજવું કંઇક સમજ એમ કહે કરૂણા આણી
મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી,


વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં,
પ્રેમધર્મનો પરિચય પામી નાગ રહ્યો ચિરનામી.

No comments:

Post a Comment