Friday, 22 October 2010

ઓ શરદપૂનમની ચંદા - રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

શરદપૂનમના મજાના દિવસે દૂધ-પૌંઆ ખાતા ખાતાં માણો રસકવિનું આ ગીત.


નાટક - જવાબદારી
કવિ - રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
સ્વર - રેખા ત્રિવેદી
સંગીત - ગણપતરામ પંચોટીયા








ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા
આ દર્દ-એ-દિલને મળે વિસામો આ દુનિયામાં ક્યાં?
મારો પહેલો સવાલ આ, મને જવાબ દેતી જા.


ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા


તે લાખ લાખ પ્રેમીને હૈયે રસના ગીત ભર્યા,
કાં વિરહે બળતી વિજોગણોને કાતીલ ઘાવ કર્યા
તું હા કહે કે ના મને જવાબ દેતી જા.


ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા


શુદ્ધ હ્રદયનાં બે પ્રેમીઓનાં હૈયા જ્યાં મળતાં,
એ હૈયાની ઉજળી જ્યોતે દુનિયા બળતી કાં,
મારો બીજો સવાલ આ, મને જવાબ દેતી જા.


ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા


શા માટે આ હ્રદય જાગતું, શા માટે એ પ્રેમ માંગતું,
શા માટે પ્રેમીનું ધાર્યું દુનિયામાં ના થાતું.
મારો છેલ્લો સવાલ આ, મને જવાબ દેતી જા.


ઓ શરદપૂનમની ચંદા, મને જવાબ દેતી જા

No comments:

Post a Comment