કોઇ પણ સ્ત્રીના જીવનમાં સહુથી અગત્યની વસ્તુ હોય છે, તેનો પતિ અને બાળકો. પતિના માટે ગૌરિવ્રત,વટસાવિત્રી વ્રત જેવા અનેક વ્રત કરે છે તો બાળકો માટે જીવંતિકા વ્રત કરે છે.પતિ અને બાળકો એજ તેની દુનિયા છે, નગદ નાણું છે, સર્વસ્વ છે. આજ લાગણીનો પડધો આ લોકગીતમાં છે. તમે પણ માણો આ લાગણી સભર લોકગીત.
લોકગીત
સ્વર - ફાલ્ગુની શેઠ
તમે મારા દેવનાં દીધેલ છો, તમે મારા દેવનાં દીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો'.તમે મારા માંગી લીધેલ છો,
તમે મારા માંગી લીધેલ છો,આવ્યાં ત્યારે અમર થઇને રો'.
મા'દેવ જાવ ઊતાવળીને જઇ ચઢાવું ફૂલ,
મા'દેવજી પરસન્ન થયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ,
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો'.
હનુમાને જાવ ઊતાવળીને જઇ ચઢાવું તેલ,
હનુમાનજી પરસન્ન થયાં, ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર,
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો'.
No comments:
Post a Comment