Friday, 26 November 2010

અનુભવીએ એકલું - મૂળદાસ

મહાત્મા મૂળદાસને નામે જાણીતા થયેલા આ સંતકવિએ ભક્તિ વૈરાગ્યબોધ અને આત્માવિષયક આરતી, કીર્તન, ગરબી, બારમાસી, ભજન જેવી પદપ્રકારની ગુજરાતી-હિન્દી રચના કરી છે. આ ઉપરાંત ટૂંકી આખ્યાન્ત્મક કૃતિઓ તથા ભાગવતનો બીજો સ્કંધ અને ભગવદગીતાના અનુવાદ તેમણે આપ્યા છે.

સુખે-દુઃખે સમત્વ ધારતા, જ્ઞાન કરતાં ભક્તિમાં શ્રદ્ધા રાખતા, અલિપ્ત રહી આનંદની મસ્તીમાં રહેતા 'અનુભવી'- ઇશ્વરની પ્રતીતી પામેલા-સંતનું એક સરસ ચિત્ર અહીં દોરાયું છે. પહેલી પંક્તિ ખુબ જ લોકપ્રિય થયેલી છે.

કવિ - મૂળદાસ

અનુભવીએ      એકલું      આનંદમાં    રહેવું    રે;
ભજવા    શ્રી    પરબ્રહ્મ,    બીજું   કાંઇ ના કહેવું રે.

વેદ    જોયા    કિતાબ જોઇ, સરવ જોઇને જોયું રે;
પણ      પ્રભુના      નામ    વિના, સર્વે   ખોયું    રે.

અવર   કોઇના   આત્માને      દુઃખના      દેવું    રે,
સુખ-દુઃખ જ્યારે આવી પડે, ત્યારે સહીને સહેવું રે

જાપ   અજપા   જાપ  જપે, ત્રણ લોકમાં તેવું રે;
મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે.

1 comment:

  1. કૃતેશભાઈ,

    સારી રચના મૂકી છે.

    એક સુધારો જરૂરી લાગે છે , મુળદાસ ને બદલે ભૂલથી મૂળાદાસ આપે લખેલ છે.

    આભાર !

    http://das.desais.net

    ReplyDelete