Saturday, 27 November 2010

એક છોકરો વંઠું વંઠું થાય છે - રમેશ પારેખ


આજે રમેશ પારેખની ૭૦મી જન્મજયંતી. તેમને ખુબ ખુબ શ્રદ્ધાંજલી. 

કવિ - રમેશ પારેખ
સ્વર - પીયૂષ દવે
સંગીત - ભરત પટેલ





એક છોકરો વંઠું વંઠું થાય છે
ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે.

હરિ ૐ,હરિ ૐ,હરિ ૐ

છોકરાના વંઠવાના કારણમાં દિવસો, અરિસો, બગીચો ને પોતે છે
ઉપરાંત સપનાનું માતેલું પાડું જે છોકરાને સામેથી શોધે છે
અને છોકરાનું લોહી વલોવાય છે.
ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે.

હરિ ૐ,હરિ ૐ,હરિ ૐ

છોકરો જે થોડુકલી સીટીનો ઢગલો, થોડુંકલી મૂંછનો ઉધાડ હો
એને ક્યાંથી મંદિરની ઝાલર સંભળાય એના છોકરાપણાની શેને આડ હો
નવી વારતાનું પાનું લખાય છે
ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે.

હરિ ૐ,હરિ ૐ,હરિ ૐ

No comments:

Post a Comment