Monday, 29 November 2010

મારું વનરાવન છે રૂડું - લોકગીત

સાક્ષાત કૃષ્ણની ગોપી બનવાનો લ્હાવો મળે પછી સ્વર્ગનો મોહ કોને રહે. આવો જ કોઇ ભાવ આ ગીતમાં વ્યક્ત થયો છે.

લોકગીત
સ્વર - હેમુ ગઢવી



એ મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહિ રે આવું,
એ નહિ આવું વા નંદજીના લાલ રે.

બેસી રેવુ ને ટગ ટગ જોવું,
નહિ ખાવું રે મારે નહિ રે પીવું,
ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહિ આવું.

સરગ લોક તો છે અતિ કૂડા,
વાથી વ્રજના ચોક મારે રૂડાં,
ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહિ આવું.

એ રે વિશે બે નોળીયા હતા જો,
એને સતવર મેલ્યા જોને કાઢી,
ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહિ આવું.

એ સરગથી જો ને અમને સોહામણું,
અમને માનવને મૃત્યુલોક રે
પણ ઇમા મોટી વાતો દોહ્યલી,
વળી પાછો મરણ વીજોગ.

1 comment:

  1. કૃતેશભાઈ,

    આજની પોસ્ટ મારું વનરાવન છે રૂડું, મારું અતિપ્રિય ગીત છે. તેમાં પણ સ્વ. હેમુ ગઢવીનો અવાજ, પછે તો વાત જ શું !

    માફ કરજો, પરંતુ આ પોસ્ટને પૂરી સાંભળી નથી શકાતી. સરગ લોક અતિ કૂડા થી ફરી રીટર્ન થાય છે.

    http://das.desais.net

    ReplyDelete