Tuesday, 30 November 2010

એક પરદેશી પંખી - લોકગીત

ફિલ્મ  - હીરો ઘોઘે જઇ આવ્યો
સ્વર - આશા ભોંસલે,પ્રફુલ્લ દવે
સંગીત - ????



એક પરદેશી પંખી આવ્યું રે રાજલ મારવાડી
મને પંખીડાની માયા લાગી રે રાજલ મારવાડી

હે.. કીયા રે ગામના જોને ગોવાલણ
કેમ કરી તમને હું પામું,
મેલી મરજાદ જરા ઓરા આવો તો
મારે પૂછવું છે સરનામું,
હે..ફરીમળવાની હોંશ મને જાગી, જાગી
જાગી રે રાજલ મારવાડી
મને પંખીડાની માયા લાગી રે રાજલ મારવાડી

આંખ્યુની અડફટમાં એવી અટવાઇ કે
હૈયું મારું નંદવાણું.
મારતા વેંત તને એવી ભરમાણી કે ભૂલી ગઇ
ગામને ઠેકાણું.
હે આજે વાલપની વાંસળી વાગી, વાગી
હે વાગી રે રાજલ મારવાડી

હે... અમે મણિયારા પરદેશી પંથના,
 તારા મલકમાં આવ્યા,
કુંવારા હાથની કૂણી કલૈયો માટે
ગજદંતની ચૂડલાઓ લાવ્યાં.
હે.. જો જો ઓરતાં ના જાય મારા ભાંગી

હે.. આવજે માણીગણ
મનડાની મેડીએ તને નેહને નાવણીયે નવડાવું,
આંખના ઓશિકા અને પંડ્યનું પાથરણું
તને હેતને હીંડોળે ઝુલાવું
મન માંગ્યા મનગમતું માંગી, માંગી

No comments:

Post a Comment