Wednesday, 1 December 2010

સહેજ અટકું ને પછી - હર્ષદ ચંદરાણા

કવિ - હર્ષદ ચંદરાણા
સંગીત,સ્વર - આસિત દેસાઇ



સહેજ અટકુંને પછી અંજળ લખું,
રોજ તારું નામ લઇ મૃગજળ લખું.

આ નદી દરિયો સરોવર વીરડો
શબ્દની આ દર્દનું હું જળ લખું.

સાવ પીળૂં જીર્ણ છું હું પાંદડું,
આજ હુંય નીવ પર ઝાકળ લખું.

આજ ઘરને કોઇ દરવાજો નથી,
આગમનની યાદીમાં અટકળ લખું.

રાહ તારાં પત્રની જોયા પછી,
થાય કે મારાં ઉપર કાગળ લખું.

No comments:

Post a Comment