Monday, 30 May 2011

જોઇ તને જાઉં વારી વારી - અંકિત ત્રિવેદી

કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત - ગૌરાંગ વ્યાસ



કેવી રીતે હું થઇ ગઇ તારી?
મને ખબર પણ ના પડી મારી!
સાંવરિયા...હો...સાંવરિયા...
જોઇ તને જાંઉ વારી વારી...

તારી વાતો કર્યા કરે,સાન ભાન ભૂલ્યા કરે,
મનને હું કેમ સમજાવું?
થાય મને બધું છોડી, દુનિયાને તરછોડી,
તારી પાસે દોડી દોડી આવું
તારી બધ્ધીયે વાત લાગે પ્યારી..પ્યારી...

સાંવરિયા...હો...સાંવરિયા...
જોઇ તને જાંઉ વારી વારી...

છીપલાંમાં મોતી જેમ, હથેળીમાં રાખું તને
સાચવીને આંખો સામે;
ખાનગીમાં વાતો કરું, નાતો મદ-માતો કરું,
દિવસો ને રાતો તારા નામે
તારા ફોટાને જોઉ ધારી...ધારી..
સાંવરિયા...હો...સાંવરિયા...
જોઇ તને જાંઉ વારી વારી...


No comments:

Post a Comment