Saturday, 28 May 2011

કાચલીમાં કંકોડીને વાટકીમાં પાણી

સંસારમાં કજોડા પણ કેવા હોય છે. આપણા લોકગીતોમાં આવા કેટલાય કજોડાના ગીતો છે. આવું એક કજોડાનું ગીત સાંભળિયે.



સ્વર - ઉષા મંગેશકર



કાચલીમાં કંકોડીને વાટકીમાં પાણી,
નાનો વરલો ના'વા બેસે સમડી લઇ ગઇ તાણી
મારે કર્મે  કજોડું મારે જગમાં વગોણું,
મારે સૈયરનું મેણું લાલ કેમ કરીયે?

રોટલા ઘડું તો પીટ્યો છાનકી રે માંગે
ઢબ દઇને ઢુંબો મારું, ટપ દઇને ટપલી મારું
હૈડાંમાં મારા વાગે
મારે કર્મે  કજોડું મારે જગમાં વગોણું,
મારે સૈયરનું મેણું લાલ કેમ કરીયે?

ગામને ચોરે બેઠો હોય તો વેંતિયો કહીને બોલાવે
ઉભો થઇને દોડવા માંડે , સહુના ઢેબે આવે
મારે કર્મે  કજોડું મારે જગમાં વગોણું,
મારે સૈયરનું મેણું લાલ કેમ કરીયે?

પાણી ભરવા જાવ ત્યાં પીટ્યો છેડલો ઝાલી હાલે
કૂવાકાંઠે ઉભો હોય તો, સૈયરું હસવા માંડે
મારે કર્મે  કજોડું, મારે જગમાં વગોણું,
મારે સૈયરનું મેણું લાલ કેમ કરીયે?




No comments:

Post a Comment