Monday, 6 June 2011

અમે પાણીડાં ગ્યાં'તાં તળાવ - અવિનાશ વ્યાસ

કવિ - અવિનાશ વ્યાસ
સ્વર - વિભા દેસાઇ
સંગીત - ગૌરાંગ વ્યાસ




અમે પાણીડાં ગ્યાં'તાં તળાવ,
એક વરણાગીની હારે વઢવાડ થઇ ગઇ,
એવો રે હાલે કે હાલે અલગારી,
કે અડફટમાં આવતાં હું માંડ રહી ગઇ.

ક્યાં રે સાસરિયું ને ક્યાં રે પિયરિયું,
છેટી પડી મુજથી મારી સરખી સૈયરિયુ;
એ યે અણજાણ્યો ને હું એ અણજાણી,
કે તરણું મટીને હું તો પહાડ થઇ ગઇ.

બેડલું હાથે ને બેડલું માથે,
જેને ન જાણું હું એજ મારી સાથે;
નિરખંતો એવો એ નેણલાં ઉલાળતો,
કે આડે મરજાદાનિ વાડ રહી ગઇ.

No comments:

Post a Comment