Wednesday, 8 June 2011

ફેરવતી નહીં તારી નજર - કમલેશ સોનાવાલા


નજર પર આ અત્યંત સુંદર ગઝલ માણીયે. અત્યંત સરળ શબ્દો અને સાથે પંકજ ઉધાસનો મખમલી સ્વર. પછી તો સાંભળનારાઓ ખોવાઇ જ જાય ને!!!

કવિ - કમલેશ સોનાવાલા
સ્વર - પંકજ ઉધાસ
સંગીત - કિશોર દેસાઇ




ફેરવતી નહીં તારી નજર,
જે મારી નજર તે તારી નજર...
આ મીનપ્યાસી તારી નજર.
ફેરવતી નહીં તારી નજર,

ગંગાના પાણી તારી નજર,
જમુનાની વાણી છે તારી નજર,
અમીથી ભરેલી છે તારી નજર,
આ પૂર ઉદાસી તારી નજર.

ફેરવતી નહીં તારી નજર,


પુષ્પોની મહેંક છે તારી નજર,
મારી આ નઝમ છે તારી નજર,
કમલની નજાકત છે તારી નજર
મારી તો દુઆ છે તારી નજર
ફેરવતી નહીં તારી નજર,

માતાનો ગરબો છે તારી નજર,
માલીકની મહેર છે તારી નજર,
આ પ્રેમનો સાગર તારી નજર,
ગહેરાઇ ગગનની તારી નજર,
ફેરવતી નહીં તારી નજર,

No comments:

Post a Comment