Sunday, 26 June 2011

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા - પ્રભુલાલ દ્વિવેદી

નાટક - વડીલોના વાંકે
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - માસ્ટર કાસમભાઇ



મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા
જોતી’તી વ્હાલાની વાટ રે…
અલબેલા કાજે ઉજાગરો



પગલે પગલે એના ભણકારા વાગતા
અંતરમાં અમથો ઉચાટ રે…અલબેલા કાજે


બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
વેરણ હીંડોળાખાટ રે… અલબેલા કાજે


ધેરાતી આંખડીને દીધા સોગન મેં
મટકું માર્યું તો તારી વાત રે…અલબેલા કાજે


આજના તો જાગરણે આતમા જગાડયો
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે… અલબેલા કાજે



(આ ગીત વિશે વધુ વાંચવા અને તેના મૂળ સ્વરૂપે આસ્વાદ્ય માણવા મુલાકાત લ્યો સંભારણા)

No comments:

Post a Comment