Monday, 27 June 2011

નર્મદને એક પ્રશ્ન - કૃષ્ણલાલ શ્રીધરાણી

આજે બધા કવિતા લખે છે. એક બ્લોગ બનાવીને કી-બોર્ડ પર થોડાં શબ્દો ટાઇપ કરતાં આવડી જાય એટલે કવિ બની ગયાં. તેમાં કંઇ ખોટું નથી. બદલાતાં સમયની સાથે કલમનું સ્થાન કી-બોર્ડ અને ચોપાનીયાનું સ્થાન ઇન્ટરનેટ લે તે વિશ્વગુર્જરીના હિતમાં જ છે. દરેક વ્યક્તિ કવિતા લખી શકે છે, પણ કવિ હોવું અને કવિ બનવા ફાંફા મારવા બન્નેમાં ખુબ જ ફરક છે. અંગત રીતે તો અત્યારે ગઝલોનો જે ઉભરો આવ્યો છે, તેનાથી મને તો અકળામણ થાય છે. કોઇ નવીન વિષય નહીં, એજ પ્રેમાપ્રેમલી, વિરહવેદના, સૂર્યાસ્ત કે નદીકીનારો, વગેરે. આ સંદર્ભમાં કૃષ્ણલાલ શ્રીધરાણીની તદ્દન ઉચિત કવિતા માણીયે.



શૌર્ય, નીડરતા, સચ્ચાઇની
        ગળથૂથી તેં તો પાઇ  ઃ
કેમ કરી ગુજરાતે આજે
       પ્રણય-રોદણી મંડાઇ?
સિંહણમાતા તું સાચી, તો
       પયધારા નવ જિરવાઇ !

No comments:

Post a Comment