Tuesday, 5 July 2011

હા રે વેણ વાગી - 'પ્રેમસખી ' પ્રેમાનંદ


કવિ - પ્રેમસખી પ્રેમાનંદ
સ્વર, સંગીત - ????




હાં રે વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી.

હાં રે મધ્યરાતે વગાડી અલબેલે
હાં રે નંદલાલે રંગીલે રંગ છેલે.

હાં રે વાંસળીયે મારી પાંસળી વીંધી,
હાં રે બાળે નિશદિન કાળાજડું છેદી.

હાં રે વ્હાલે મંત્ર ભણીને જગાડી
હાં રે ભર નિંદ્રામાં સૂતી જગાડી

હાં રે મારા પ્રાણ હર્યા પાતળીયે,
હાં રે હવે ક્યારે મોહનજીને મળીયે.

હાં રે પ્રેમાનંદ કહે ઊઠી ઘેલી સરખી
હાં રે ગુંથી ચિત્તમાં મૂરતી ગિરિધરકી.

No comments:

Post a Comment