Monday, 1 August 2011

અર્ધનારીનટેશ્વર સ્તોત્રમ - આદિ શંકરાચાર્ય




કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. શ્રાવણ ઉપાસનાનો માસ છે, જીવ અને શિવની ભક્તિનો છે. આજે સાંભળીયે આ શીવ સ્તુતિ

કવિ - આદિ શંકરાચાર્ય
સ્વર - પંડિત જસરાજ





ચામ્પેય- ગૌરાર્ધ – શરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય
ધમ્મિલ્લકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય

ચંપાના પુષ્પ સમાન ગૌર અર્ધ શરીરવાળા પાર્વતીજીને તેમજ કર્પૂર સમાન ગૌર અર્ધ શરીરવાળા શિવજીને, મોતી અને ફૂલોથી સુશોભિત અંબોડાવાળા [धम्मिल्लकाये] શિવાને તેમજ જટાળા શિવજીને નમસ્કાર.

કસ્તૂરિકા-કુંકુમ – ચર્ચિતાયૈ ચિતારજઃ પુંજ-વિચર્ચિતાય
કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય

કસ્તૂરી અને કુમકુમથી લિપ્ત થયેલાં પાર્વતીજીને તેમજ ચિતાની રજના પૂંજથી લિપ્ત થયેલા શિવજીને, કામદેવને જિવાડનારાં શિવાને તેમજ કામદેવનો નાશ કરનારા શિવજીને નમસ્કાર.

ચલત-ક્વણત-કંકણનૂપુરાયૈ પાદામ્બરાજત્ફણિનૂપુરાય
હેમાંગદાયૈ ભુજગાંગદાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાયૈ

હલવાથી ઝણકતા હાથમા કંકણ અને પગમા નૂપુર ધારણ કરનારા્ને તેમજ ચરણકમળમાં સર્પોનાં સુશોભિત નૂપુર ધારણ કરનારાને અને ભૂજાઓમાં સોનાનાં બાજુબંધ [अंगद] પહેરવાવાળા શિવાને તેમજ ભૂજાઓમાં સર્પોના બાજુબંધ પહેરવાવાળા શિવજીને નમસ્કાર.

વિશાલનીલોત્પલલોચનાયૈ વિકાસિપંકે રુહલોચનાય
સમેક્ષણાયૈ વિમક્ષણાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય

પ્રફુલ્લિત નીલકમળ સમાન નેત્ર ધરાવનારાંને તેમજ વિકસિત કમળ સમાન નેત્ર ધરાવનારાને, સમ નેત્ર ધરાવનારા શિવાને તેમજ ત્રિનેત્ર ધરાવનારા શિવજીને નમસ્કાર.

મન્દારમાલાકલિતાલકાયૈ કપાલમાલાંકિત કન્ધરાય
દિવ્યામ્બરાયૈ ચ દિગંબરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય

જેમનાં વાંકડિયા વાળ મંદાર પુષ્પોની માળાથી સુશોભિત છે તેમજ જેમની ગરદન ખોપરીની માળાથી શોભાયમાન છે, જેમણે દિવ્ય અંબર ધારણ કર્યાં છે તેમજ જેમણે દિશારૂપી વસ્ત્ર [નિઃવસ્ત્ર] ધારણ કર્યા છે એવાં શિવા શિવને નમસ્કાર.

અમ્ભોધર શ્યામલ – કુંતલાયૈ તડિત્પ્રભાતામ્રજટાધરાય
નિરીશ્વરાયૈ નિખિલેશ્વરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય

જળથી ભરેલા વાદળ [अम्भोधर] સમાન શ્યામલ કેશ ધરાવનારાંને, વીજળીની પ્રભા જેવી ચમકતી તામ્રવર્ણી જટા ધારણ કરનારાને, જેમને કોઈ ઈશ્વર નથી તેવાં [પરમ સ્વતંત્ર]ને અને સર્વ લોકના સ્વામીને-શિવાને નમસ્કાર અને શિવજીને નમસ્કાર (૬)

પ્રપંચસૃષ્ટ્યુન્મુખલાસ્યકાયૈ સમસ્ત સંહારકતાંડવાય
જગજનન્યૈ જગદેકપિત્રે નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય

વિશ્વપ્રપંચના સર્જનને અનુકૂળ નૃત્ય કરનારાંને, સમસ્ત [વિશ્વપ્રપંચનો] સંહાર કરનાર તાંદવ નૃત્ય કરનારાને, જગતનામ [એકમાત્ર] માતાને અને જગતના એકમાત્ર પિતાને — શિવાને નમસ્કાર અને શિવજીને નમસ્કાર. [૭]

પ્રદીપ્ત રત્નોજ્જ્વકુંડલાયૈ સ્ફુરન્મહાપન્નગભૂષ્ણાય
શિવાંવિતાયૈ ચ શિવાંવિતાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય

અત્યંત ઝળહળતાં રત્નોનાં ઉજ્જવળ કુંડળ ધારણ કરનારાંને, ફૂંફાડા મારતા મહાન સર્પોનાં આભૂષણ ધારણ કરનારને, શિવજીથી સમન્વિત થયેલાંને અને શિવા[પાર્વti]થી સમન્વિત થયેલાને — શિવાને નમસ્કાર અને શિવજીને નમસ્કાર (૮)

(શબ્દો - નીલામાસી)

No comments:

Post a Comment