Tuesday, 2 August 2011

હ્રદયના શુદ્ધ પ્રેમીને - પ્રભુલાલ દ્વિવેદી

નાટક - માલવપતિ મુંજ
કવિ - પ્રભુલાલ દ્વિવેદી
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - મૂળચંદમામા


હ્રદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે ;
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.

તરી જાવું બહુ સહેલું છે મુશ્કિલ ડૂબવું જેમાં,
એ નિર્મળ રસસરિતાથી ગંગાસ્નાન ઓછાં છે.

પ્રણયકલહે વહે આંસુ ચૂમે ચાંપી હ્રદય સ્વામિન્,
અરે, એ એક પળ માટે, જીવનનાં દાન ઓછાં છે.

(શબ્દો - અમીઝરણું)

No comments:

Post a Comment