Tuesday, 19 June 2012

કાજળ ભર્યા નયનનાં - ઘાયલ

આ સુંદર ગઝલ આસિત દેસાઇના અવાજમાં ફરીથી.

સ્વર - આસિત દેસાઇ



કવિ ઘાયલના ૯૫માં જન્મદિવસે આ સુંદર ગઝલ.

કવિ - અમૃતલાલ 'ઘાયલ'
સ્વર, સંગીત - મનહર ઉધાસ


જીવન માં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઇ જાય;
આ દિલ સુરાહિ ને નયન જામ થઇ જાય.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.

કાજળ ભર્યા નયન ના કામણ મને ગમે છે
કારણ નહી જ આપુ, કારણ મને ગમે છે

લજ્જા થકેલી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, કારણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં સદાય હસવું,
દિવાનગી તણું આ ડાહપણ મને ગમે છે.

આવી ગયા છે આંસુ, લુછો નહીં ભલા થi,
આ બારેમાસ લીલા તોરણ મને ગમે છે.

જીવન અન મરણ ની, હર પળ
કે ઝેર પણ ગમે છે, મારણ મને ગમે છે

કિંતુ હવે તને શુ દુનિયા એ પણ નહી દઊ
ઍ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે

લાવે છે યાદ ફૂલો, છાબો ભરી-ભરી ને
છે ખૂબ મોહબ્બત ની, માલન મને ગમે છે

‘ઘાયલ’ મને મુબારક, આ ઊર્મિ કાવ્ય મારા
મે રોઈ ને ભર્યા છે, એ રણ મને ગમે છે

(શબ્દો - diliprajjain's blog)

No comments:

Post a Comment