Saturday, 16 June 2012

કૂંચી આપો બાઇજી - વિનોદ જોષી

કવિ - વિનોદ જોષી
સ્વર - કાજલ કેવલરામાની
સંગીત - અમર ભટ્ટ



કૂંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી
મારા કલરવની કઠણાઇ જી!

કૂંચી આપો બાઇજી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી
મારા દાદાની વડવાઇ જી !

કૂંચી આપો બાઇજી!

(શબ્દો - ઇશ્મીતનો બ્લોગ)

No comments:

Post a Comment