Saturday, 13 August 2011

એક કાચી સોપારીનો કટકો - વિનોદ જોશી

આપ સહુને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા. સૂતરના દોરા વડે આપના જીવનમાં પ્રેમનો તાંતણો મજબૂત બને અને એમાં ક્યારે પણ ગાંઠ મ પડે તેવી સહુને શુભેચ્છા.

આજે કવિ વિનોદ જોશીની ૫૬મી વર્ષગાંઠ. કાચી સોપારી વિશે તેમણે કેટલા સુંદર ગીતો આપ્યાં છે. એવું જ એક મસ્ત ગીત, તેમના જન્મદિવસે સપ્રેમ.

કવિ - વિનોદ જોશી
સ્વર,સંગીત - સુરેશ જોશી



એક કાચી સોપારીનો કટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે, તમે લાવજો રે,
મારા મોંઘા મે'માન.

કાગળા ઊડીને એક ઓચિંતો આવ્યો
કીધા કંકોતરીના કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ?

એક વાંકી મોજલડીનો ઝટકો રે,
અક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે, તમે ઝીલજો રે.
એનાં મોંઘા ગુમાન.

ઊંચી મેડી એના ઊંચા ઝરૂખડાં
નીચી નજરૂંનાં મળ્યાં મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલીયે મોરલાં
આંગણામાં રોપાતી કેળ.
એક અલ્લડ આંખલડીનો ખટકો રે,
એક હૈયામાં ઉઘલતી જાન
જાણજો રે, તમે માણજો રે,
એની વાત્યું જુવાન.

No comments:

Post a Comment