Thursday, 11 August 2011

મોરલી તો ચાલી રંગ રૂસણે રે - લોકગીત

તારીખ ૦૬/૦૪/૧૦ ના રોજ દિવાળીબેનના અવાજમાં મૂકેલ આ ગીત ફરી એક નવા સ્વરમાં માણિયે.

લોકસાહિત્યમાં કૃષ્ણ અને રાધાને અદકું સ્થાન મળ્યું છે. કૃષ્ણની મોરલીને પણ લોકગાયકોએ સારાં એવાં લાડ લાડાવ્યાં છે. અહીં મોરલી એ નારી કે સ્ત્રીનો સંકેત કરે છે. એનાં રૂસણાંની વાત આ ગીતમાં કરવામાં આવી છે. એનું રૂસણું રંગીન છે. જરા વિશિષ્ટ ભાવછટાવાળું છે, પણ આ રૂઠેલી નારને મનાવે કોણ? પ્રથમ પ્રયત્ન સસરા કરે છે. પણ એમના પ્રયત્નોને આ નારી ગણકારતી નથી. સાસુ, જેઠ, દિયર વગેરેના પ્રયત્ને પણ માનતી નથી. છેવટે 'પરણ્યો' મનાવવા જાય છે ત્યારે 'એની વાળેલી ઝટ વળી જાઉં' એવો ભાવ બદલી પાછી ફરવા તત્પર થાય છે.


અહીં 'હં!','હં અં!', 'હો યો!' ના લહેકાઓ ગીતમાં લયસાધકતા ઊભી કરે છે.

લોકગીત
સ્વર



સ્વર - દિવાળીબેન ભીલ


હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે સસરો એકલા રે!
"તમારી વારી હું નહીં રે વળું રે!


હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે જેઠજી એકલા રે!
"તમારી વારી હું નહીં રે વળું રે!

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે દે'ર જી લાડકા રે!
"તમારી વારી હું તો નહીં રે વળું રે!

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર જઇશ, રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી?
જાશે પરણ્યો પાતળા રે !
"તમારી વાળી હું તો ઝટ રે વળું રે

હં ! હં અં ! હોવે!
હું તો મારે મૈયર નહીં જાઉં, રંગ મોરલી!

No comments:

Post a Comment