Wednesday, 27 June 2012

માણસ તો સમજ્યાં - શુકદેવ પડ્યા

સ્વર, સંગીત - નયનેશ જાની



માણસ તો ચીતરી શકાય,
એમ ચીતરવું માણસના મનને.
ચરણો તો ચાહો તેમ ચલવી શકાય,
એમ ચીલાએ ચલવું આ મનને.

મહોરામાં ચહેરો, ચહેરા પર મહોરું,
ઉપર તો ભીનું, પણ ભીતર તો કોરું,
બાંધે એ બંધ પછી તોડે સંબંધ,
એને માનવું શું છેટું કે ઓરું,
પગલાં તો સમજ્યાં પામી શકાય,
એમ પામવું આ મનના ગગનેને.

ઝાકળથી ભીનું, ને પાણીથી પાતળું,
પકડો તો મુઠ્ઠી રહે ખાલી,
પીંછુ પકડાયા પંખીઓ શું પકડાય,
પડછાયો રે સદા ખાલી,
ચીતરેલો માણસ તો ફ્રેમમાં મઢાય,
એમ મઢવું આ માણસના મનને.

No comments:

Post a Comment