Sunday, 11 November 2012

નવે નગરથી જોડ ચુંદડી - લગ્નગીત

લગ્નગીત
સ્વર - વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દીવેટીયા




નવે નગરથી જોડ ચૂંદડી વાપરી,
આવી રે અમારલે દેશ રે,
વોરો રે દાદા ચુંદડી,

ચૂંદડીયુંને ચારે છેડે ઘૂઘરી,
વચમાં તે આલેખ્યા ઝીણા મોર રે,
વોરો રે દાદા ચુંદડી,

સંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી,
ઉખેળું ત્યાં ટહૂકે ઝીણા મોર રે,
વોરો રે કાકા ચુંદડી

રંગ દેરી ચુનરી રંગ દે રંગરેજવા,
ચુનરી જો પિયા મન ભાઇ લો,
આઇ લો મોરે મંદિરવા
મનકે ભાવનવા...રંગદેરી.

અમદાવાદની ચોળ ચુંદડી વાપરી,
આવી રે અમારલે દેશ રે,
વોરો રે દાદા ચુંદડી

સંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેળું તો જગમોહનની ભાત રે
વોરો રે કાકા ચુંદડી

સજહું સિંગાર મૈતો સાજન સાજન પાઇ લો,
જો પિયા ઘર આવે આનંદ બધાઇ ગાઇ લો,
આઇ લો મોરે મંદિરવા, મન કે ભાવતવા.

ચુંદડિયું ને ચારે છેડે ઘૂધરો
વચમાં આલેખી પોપટ વેલ રે,
વોરો રે મામા ચૂંદડી.


સંકેલું ત્યાં ચમકે રૂડી ઘુઘરી
ઉખેળું ત્યાં પોપટ બોલે વેણ રે
વોરો રે મામા ચુંદડી

No comments:

Post a Comment