Monday, 19 November 2012

કાનુડા તારી મોરલી - ગીત

ગીત
સ્વર, સંગીત - ???




કાનુડા તારી મોરલીયે મારું મન મોહ્યું,
છોગાળા તારી મોરલીયે મારું મન મોહ્યું,

આવી છે જમુનાને આરે, મોરલી વગાડે જ્યારે,
મનડું મારું ભાન ભૂલીને નાચવા લાગે છે ત્યારે,
તને શોધવા માટે મેં તો દિલડું મારું ખોયું.

ગોકુળની મહિયારણ આવી મહી વેચવા કાજે,
લટકામટકા કરતી ચાલે, પગમાં ઝાંઝર વાગે,
ઝાંઝરને ઝમકારે તારું નામ નાચતું જોયું.

કામણગારી તારી મોરલી આવી છાનીમાની
ઘરમાં મારો પત્તો થાશે નરસૈયા છો મને,
તારે લીધે મારી મૈયા કેશે કુળનું નામ ડૂબોડી.

No comments:

Post a Comment